ફિલ્મો, ટીવી શોમાં દેખાડવામાં આવતી હિંસાની બાળકો અને યુવાનો પર શું અસર થાય છે?
ફિલ્મો, ટીવી શોમાં દેખાડવામાં આવતી હિંસાની બાળકો અને યુવાનો પર શું અસર થાય છે?
ભારતમાં દુનિયાના સૌથી મોટા ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગો આવેલા છે. વીતેલાં વર્ષોમાં ઓટીટી પ્લૅટફૉર્મ્સ અને મોબાઇલ સ્ટ્રીમિંગ આવ્યા બાદ કન્ટેન્ટ જોનારા દર્શકોની સંખ્યા પણ ઘણી વધી છે.
દેશભરના યુવા દર્શકો કરોડોની સંખ્યામાં આ કન્ટેન્ટ જુએ છે. બાળકોનો પણ મોટો વર્ગ તેનાથી પ્રભાવિત થઈ રહ્યો છે.
છેલ્લા ઘણા સમયથી રજૂ થતી ફિલ્મો અને ટીવી શોમાં હિંસાત્મક દૃશ્યોનું પ્રમાણ વધી રહ્યું છે તેવી ચર્ચા પણ થઈ રહી છે.
ટીવી શો અને ફિલ્મોમાં દેખાડવામાં આવતાં હિંસાનાં દૃશ્યો યુવાનો અને બાળકોનાં માનસ પર કેવી અસર કરે છે.
બાળકો શું જોઈ શકે અને શું ન જોઈ શકે તેના પર વાલીઓ નજર રાખી શકે ખરા? આ મામલે મનોવૈજ્ઞાનિકો શું માને છે? ચાલો જાણીએ...

ઇમેજ સ્રોત, Getty Images



