કુસ્તી સંઘમાં ચાલી રહેલી ‘રાજનીતિ’ પહેલવાનોને પછાડી રહી છે?
ઑલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ સાક્ષી મલિકે બીબીસી સાથેના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો તેમને તક મળશે તો તેઓ ચોક્કસપણે કુસ્તી ઍસોસિયેશનની ધુરા સંભાળવા માંગશે.
જોકે, હાલમાં તેમણે લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે.
સાક્ષી મલિક તેમનાં સાથી કુસ્તીબાજો વિનેશ ફોગટ અને બજરંગ પુનિયા સાથે છેલ્લા એક વર્ષથી યૌન ઉત્પીડનના કેસમાં આરોપી બ્રિજભૂષણ શરણસિંહ સામે લડી રહ્યાં છે.
તેમની માંગ એવી હતી કે બ્રિજભૂષણ શરણસિંહ અથવા તેમના સહયોગીઓને ભારતીય કુસ્તીસંઘથી દૂર રાખીને આ મામલાની તપાસ થવી જોઈએ.
પરંતુ ડિસેમ્બર 2023માં યોજાયેલી ચૂંટણીમાં બ્રિજભૂષણ શરણસિંહના કૅમ્પમાંથી સંજયસિંહ નવા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આ પછી તરત જ સાક્ષીએ પ્રેસ કૉન્ફરન્સમાં હંમેશ માટે રેસલિંગ છોડી દેવાની જાહેરાત કરી હતી.
સાક્ષી મલિકે કુસ્તી છોડયાંને અંદાજે બે મહિના થઈ ગયા છે. ભારતીય કુસ્તી સંઘની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ તેઓ એક પ્રેસ કોન્ફર્ન્સમાં જૂતા સામે રાખીને જતાં રહ્યાં હતાં. તેમણે આવું કેમ કર્યું અને શું તેમણે કુસ્તી સંઘની આગામી ચૂંટણીમાં ઉભા રહેવાનું વિચાર્યું છે?
જાણો બીબીસીના સર્વપ્રિયા સાંગવાને તેમની સાથે કરેલી વાતચીતમાં. (વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો)






