ગુજરાત: હિંદુઓની બહુમતી ધરાવતા ગામમાં મુસ્લિમ મહિલા કેવી રીતે સરપંચ બન્યાં?
ગુજરાત: હિંદુઓની બહુમતી ધરાવતા ગામમાં મુસ્લિમ મહિલા કેવી રીતે સરપંચ બન્યાં?
વડોદરા પાસેનું દિવાળીપુરા ગામ હિંદુ-મુસ્લિમ એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
અંદાજે 900ની વસતી ધરાવતા આ ગામમાં 90 ટકા હિંદુઓ વસવાટ કરે છે.
1986થી એક મુસ્લિમ પરિવારના સભ્ય સરપંચ તરીકે ચૂંટાઈ આવે છે.
હાલમાં યોજાયેલી ગ્રામપંચાયતની ચૂંટણીમાં આ પરિવારનાં પુત્રવધૂ નિલોફર પટેલ સત્તત બીજીવાર સરપંચ તરીકે ચૂંટાયાં છે.
દિવાળીપુરા ગામ લોકોની વિચારધારાને કારણે આજે આ ગામ આદર્શ ગામ બની ગયું છે.
અહીં મંદીર પણ છે અને મસ્જિદ પણ. અહીં અઝાન પણ છે અને આરતી પણ. અહીં ઇદ પણ ઉજવાય છે અને દીવાળી પણ. અહીંના લોકો કહે છે કે અહીં ઇન્સાન રહે છે.
આ ગામમાં 'માણસાઈ અને વિકાસ'ની વાત થાય છે.
સાંપ્રદાયિક એકતાનું આદર્શ ઉદાહરણ પૂરું પાડતા આ ગામના યુવા મહિલા સરપંચ ગામની મહિલાઓને પણ આગળ આવવા પ્રેરણા પૂરી પાડી રહ્યાં છે. જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



