એ વિદ્યાર્થીની જે એકસાથે બંને હાથે લખવાનો હુન્નર ધરાવે છે, એ પણ વિવિધ 20 ભાષામાં
એ વિદ્યાર્થીની જે એકસાથે બંને હાથે લખવાનો હુન્નર ધરાવે છે, એ પણ વિવિધ 20 ભાષામાં

બેંગલુરુનાં વિદ્યાર્થીની આદિ સ્વરૂપા અદ્ભુત પ્રતિભા ધરાવે છે. તેઓ એકસાથે બંને હાથે લખી શકે છે.
એક મિનિટમાં આદિ 40 શબ્દો લખી શકે છે.
તેઓ કહે છે કે આજે હું વિવિધ 20 રીતે સ્થાનિક અને વિદેશી ભાષામાં બંને હાથે લખી શકું છું.
તેઓ કહે છે કે, "મેં બંને હાથે લખવાનું શરૂ કર્યું અને મારા ડાબા અને જમણા બંને હાથે સરખું લખાવા લાગ્યું."
એ પછી તેમણે અલગ-અલગ 10 રીતે લખવાનું શરૂ કર્યું.
ત્યારબાદ તેમણે મિરર ઇમેજમાં લખવાનું શરૂ કર્યું.
શરૂઆતમાં તેમનું ડાબા હાથનું લખાણ સારૂં ન હતું પણ તેમણે પ્રેક્ટિસ કરીને કુશળતા મેળવી લીધી.
આદિસ્વરૂપ ગાયન, વાદન અને વાર્તાકથનમાં પણ કુશળ છે.





