રશિયાની સેનામાં 'હેલ્પર' તરીકે કામ કરતા એક ગુજરાતીના મૃત્યુનો દાવો

ઇમેજ સ્રોત, Getty Images
અંગ્રેજી અખબાર ધ હિન્દુએ એક ભારતીય વ્યક્તિના હવાલાથી લખ્યું કે મિસાઇલ છોડવાની પ્રૅક્ટિસ દરમિયાન 23 વર્ષીય એક ભારતીયનું મોત થયું છે. મૃતક ગુજરાતના હોવાનું માનવામાં આવે છે.
અંગ્રેજી સમાચારપત્ર ધ હિન્દુ એક અન્ય ભારતીયે આપેલી માહિતી અનુસાર લખે છે કે મિસાઈલ ફાયરિંગની પ્રૅક્ટિસ દરમિયાન 23 વર્ષનાં એક ભારતીયનું મૃત્યું નીપજ્યું છે.
આ હુમલાથી બચી ગયેલા એક ભારતીય નાગરિકે ધ હિન્દુને આ વાતની પુષ્ટિ કરી છે.
તે વ્યક્તિએ જણાવ્યું કે ગુજરાતની આ વ્યક્તિને રશિયાની સેનામાં સિક્યૉરિટી હેલ્પર તરીકે રાખવામાં આવ્યો હતો.
સમાચારપત્ર લખે છે કે મૃત યુવકની ઓળખ હેમિલ અશ્વિનભાઈ માંગુકિયા તરીકે કરવામાં આવી છે, જે ગુજરાતના સુરતના રહેવાસી હતા. હેમિલ ડિસેમ્બર 2023માં રશિયા ગયા હતા જ્યાં તેઓ રશિયાની સેના માટે કામ કરવા લાગ્યા હતા.
છેલ્લા કેટલાક દિવસોમાં તેમના પિતાના એજન્ટે હેમિલને ભારત પાછા લાવવા માટે ભારતીય દૂતાવાસની મદદ માગી હતી. રશિયાની સેના સાથે કરાર કરી ચૂકેલા કેટલાય ભારતીય નાગરીકોએ ભારતીય દૂતાવાસ પાસે મદદની માગ કરી હતી.
સમાચારપત્ર લખે છે કે ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે તેમને અત્યાર સુધી આ ઘટનાની જાણકારી આપવામાં નથી આવી.
હેમિલના પિતાએ ધ હિન્દુને જણાવ્યું કે 20 ફેબ્રુઆરીએ તેમની હેમિલ સાથે વાત થઈ હતી. જોકે, તેમણે આ વિશે કોઈ વધુ જાણકારી નથી આપી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હેમિલનું મૃત્યુ કેવી રીતે થયું?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કર્ણાટકમાં આવેલા કલબુર્ગીના 23 વર્ષીય સમીર અહમદે ધ હિન્દુને કહ્યું કે હેમિલનું મૃત્યુ એક મિસાઇલ હુમલામાં થયું છે.
તેમણે કહ્યું, “અમે જોયું કે ડ્રોન અમારી ઉપર ફરી રહ્યું હતું. હું ટ્રેંચ બનાવી રહ્યો હતો અને મારાથી 150 મીટર દૂર હેમિલ મિસાઇલ ફાયરિંગની પ્રૅક્ટિસ કરી રહ્યો હતો.”
“અચાનક અમે એક ધડાકાનો અવાજ સાંભળ્યો. હું, મારી સાથે અન્ય બે ભારતીયો અને કેટલાક રશિયન સૈનિકો ટ્રેંચમાં છુપાઈ ગયા. ત્યાં મિસાઇલ હુમલો થયો હતો. અમને જમીન ધ્રૂજતી હોય તેવું લાગ્યું. થોડા સમય પછી જ્યારે અમે બહાર નીકળ્યા ત્યારે અમે જોયું કે હેમિલનું મૃત્યુ થઈ ચૂક્યું છે. મેં જ તેમના મૃતદેહને ટ્રકમાં રાખ્યો હતો.”
અન્ય એક વ્યક્તિએ હેમિલના મૃતદેહોની તસવીર આપી જેમાં તેમના ચહેરા અને માથા પર ઈજાનાં નિશાન જોવાં મળ્યાં. તસવીરમાં તેમનો લોહીલુહાણ મૃતદેહ ટ્રકમાં અન્ય મૃતદેહો સાથે રાખવામાં આવ્યો છે.
અન્ય એક ભારતીય નાગરિકે જણાવ્યું, “અમે ચાર ભારતીયો એ ટુકડીનો હિસ્સો હતા, જેના પર 21 ફેબ્રુઆરીએ હુમલો કરવામાં આવ્યો હતો. હેમિલ રશિયન સૈન્ય કમાન્ડરની નજીક હતો અને કમાન્ડર તેના પર ભરોસો કરતા હતા. તેમણે હેમિલ પાસે ક્યારેય નાનું કામ કરાવ્યું નથી.”
“જે સમયે ટ્રેંચ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું તે સમયે હુમલો થયો હતો. અમારી સાથે એક નેપાળી નાગરિક પણ હતો, જે આ હુમલામાં માર્યા ગયો છે.”યુક્રેન યુદ્ધનાં બે વર્ષ: અપાર મુશ્કેલી છતાં અસ્તિત્વની લડાઈ લડતા દેશની કહાણી
રશિયાની સેના માટે કામ કરી રહ્યા છે ભારતીયો

ઇમેજ સ્રોત, Getty Images
આ ઘટના વિશે બધી જ જાણકારી હજુ બહાર નથી આવી. જોકે, બીબીસીએ પોતાના એક અહેવાલમાં કહ્યું હતું કે પૂર્વી યુક્રેનના રશિયાના કબજામાં આવેલા વિસ્તારમાં બનેલા એક ટ્રેનિંગ સેન્ટરમાં બે મિસાઇલ હુમલામાં 60 રશિયન સૈનિકોનાં મોત થયાં છે.
રશિયાના ટેલિગ્રામ ઍપ પર થઈ રહેલી ચર્ચા અનુસાર ટ્રેનિંગ એરિયા પર યુક્રેને મિસાઇલ વડે ત્યારે હમલો કર્યો જ્યારે સૈનિક ઇન્સ્પેક્શન માટે લાઈનમાં ઊભા હતા.
ધ હિન્દુના અન્ય એક અહેવાલ મુજબ પાછલા એક વર્ષમાં ઓછામાં ઓછા 100 ભારતીય નાગરિકોને રશિયાની સેના માટે કામ પર રાખવામાં આવ્યા છે, જેમાંથી ત્રણ સિક્યૉરિટી હેલ્પરને યુક્રેનની વિરુદ્ધ રશિયાની સેના સાથે મળીને લડવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.
ભારતીય વિદેશ મંત્રાલયે આ શુક્રવારે કહ્યું હતું કે રશિયાની સેનાને મદદ કરી રહેલા ભારતીય નાગરિકોને ટૂંકા ગાળા જ ડિસ્ચાર્જ કરાવવા માટે ભારતે રશિયન અધિકારીઓ સાથે વાતચીત કરી છે.












