ગુજરાતમાં 'દારૂ અને ડ્રગ્સના વેચાણ' અંગે જિજ્ઞેશ મેવાણીના નિવેદન બાદ ચૈતર વસાવા શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, Jignesh Mevani એ 'પોલીસના પટ્ટા' મુદ્દે આપેલા નિવેદન અંગે Chaitar Vasava શું બોલ્યા?
ગુજરાતમાં 'દારૂ અને ડ્રગ્સના વેચાણ' અંગે જિજ્ઞેશ મેવાણીના નિવેદન બાદ ચૈતર વસાવા શું બોલ્યા?

બનાસકાંઠાના વડગામના કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોલીસ સ્ટેશન બહાર પોલીસના 'પટ્ટા ઉતારી' લેવા અંગે નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ હર્ષ સંઘવીએ જિજ્ઞેશ મેવાણીનું નામ લીધા વગર તેમને જવાબ આપ્યો હતો.

સમગ્ર બાબતે રાજનીતિ ગરમાઈ છે. આમ આદમી પાર્ટીએ ખૂલીને જિજ્ઞેશ મેવાણીને સમર્થન આપ્યું હતું.

ગોપાલ ઇટાલિયાએ ફેસબુક લાઇવ કરીને રાજ્યમાં 'દારૂ, ડ્રગ્સ'ના વેચાણ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સમગ્ર બાબતે શું માને છે? જુઓ વીડિયો.

વીડિયો : શ્યામ બક્ષી

ઍડિટ : અવધ જાની

ચૈતર વસાવા, જિજ્ઞેશ મેવાણી

ઇમેજ સ્રોત, FACEBOOK

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન