શક્તિશાળી ન હોવા છતાં દિત્વાહ વાવાઝોડાએ કેમ શ્રીલંકામાં તબાહી મચાવી?
શક્તિશાળી ન હોવા છતાં દિત્વાહ વાવાઝોડાએ કેમ શ્રીલંકામાં તબાહી મચાવી?
શ્રીલંકામાં ભારે તબાહી મચાવનારું દિત્વાહ વાવાઝોડું હવે નબળું પડી ગયું છે અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને છ કલાક સુધી ચેન્નાઈ પાસે દરિયામાં સ્થિર છે.
શ્રીલંકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેન્ટરના જણાવ્યા પ્રમાણે, વાવાઝોડા દિત્વાહને કારણે આવેલા ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 390 લોકો મૃત્યુ પામ્યાં છે. જ્યારે 352 લોકો ગુમ છે.
વાવાઝોડાને કારણે લગભગ ત્રણ લાખ 82 હજાર 700 પરિવારોના લગભગ 13 લાખ 74 હજાર લોકોને અસર પહોંચી છે.
એવું કહેવાઈ રહ્યું હતું કે આ વાવાઝોડું ભૂતકાળનાં વાવાઝોડાંની સરખામણીમાં એટલું 'શક્તિશાળી' નહોતું.
તેથી એવો સવાલ ઊઠી રહ્યો છે કે દિત્વાહ વાવાઝોડું એટલું મજબૂત ન હોવા છતાં એ કેમ શ્રીલંકામાં આટલી તબાહી થઈ? આનો જવાબ જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



