જીએસટી પર નાણામંત્રીની મોટી જાહેરાત, જાણો કઈ કઈ વસ્તુઓ સસ્તી થઈ જશે?

નિર્મલા સીતારમણ, નાણામંત્રી, બીબીસી, ગુજરાતી જીએસટી સસ્તુ મોંઘું ભારત ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નાણામંત્રી નિર્મલા સીતારમણે જીએસટી અંગે અનેક મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવાર રાત્રે ગૂડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) અંગે અનેક મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી.

તેમણે જણાવ્યું કે GST કાઉન્સિલની બેઠકમાં બે દર ધરાવતી GST વ્યવસ્થાને મંજૂરી મળી છે.

નાણામંત્રીના જણાવ્યાં અનુસાર 12% અને 28% દરના સ્લૅબને રદ કરવામાં આવ્યા છે.

હવે બે નવા દરો 5% અને 18% માટે સહમતિ બની છે.

GSTના નવા દરો 22 સપ્ટેમ્બરથી લાગુ પડશે.

GST 12% થી ઘટાડી 5%

નમકીન, ભુજીયા, ચવાણું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નમકીન, ભુજીયા, ચવાણું સસ્તાં થયાં.

જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા અને દિવાળી પહેલાં દેશના સામાન્ય લોકો અને નાના વેપારીઓથી લઈને ખેડૂત સુધીના વર્ગો માટે મોટી જાહેરાત કરવામાં આવી.

આ બેઠકમાં જીએસટી સ્લૅબની સંખ્યા ઓછી કરીને માત્ર પાંચ ટકા અને 18 ટકા સુધી સીમિત કરી દેવાઈ છે. જ્યારે કે 12 ટકા અને 28 ટકા સ્લૅબને સમાપ્ત કરવાની મંજૂરી આપવામાં આવી છે.

નાણામંત્રીએ બેઠક બાદની જાણકારી શૅર કરી. તેમણે કહ્યું કે કેટલીક જરૂરી વસ્તુઓ પર લાગનારો જીએસટી સમાપ્ત કરી દેવાયો છે.

રોજબરોજની વસ્તુઓ પર 5% GST

હેર ઓઇલ, જીએસટી, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હૅર ઑઇલ પર જીએસટી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો.
  • હૅર ઑઇલ, શૅમ્પૂ, ટૂથપેસ્ટ, ટૉઇલેટ સોપ બાર, ટૂથબ્રશ, શેવિંગ ક્રીમ, બટર, ઘી, ચીઝ, ડેરી સ્પ્રેડ.
  • પૅકેજ્ડ નમકીન, ભુજિયા મિક્સચર, વાસણ, બાળકોની દૂધ પીવાની બૉટલ, નૅપ્કિન અને ડાયપર.
  • સિલાઈ મશીન અને તેના પાર્ટ્સ.

આરોગ્ય ક્ષેત્રમાં શું સસ્તું થશે?

થર્મોમીટર, મેડિકલ ગ્રેડ ઓક્સિજન, ડૉકટર, ડાયગ્નોસ્ટિક કીટ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, થર્મૉમીટર, મેડિકલ ગ્રેડ ઑક્સિજન, ડાયગ્નોસ્ટિક કીટ, ગ્લુકૉમીટર, ટેસ્ટ સ્ટ્રીપ્સ જેવી વસ્તુઓ પર GST ઘટાડવામાં આવ્યો.
  • આરોગ્ય અને જીવન વીમો (GST 18% થી ઘટાડીને શૂન્ય)
  • થર્મૉમીટર, મેડિકલ ગ્રેડ ઑક્સિજન, ડાયગ્નોસ્ટિક કીટ, ગ્લુકૉમીટર, ટેસ્ટ સ્ટ્રીપ્સ (GST 5%)

શિક્ષણ અને કૃષિ ક્ષેત્રમાં શું સસ્તું થયું?

બ્લેકબોર્ડ, શિક્ષક, નકશા, ચાર્ટ, શાર્પનર, પુસ્તકો, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નકશા, ચાર્ટ, ગ્લોબ્સ, પેન્સિલો, શાર્પનર, રંગો, પુસ્તકો અને નોટબુક્સ, ઇરેઝર સસ્તાં થયાં.
  • નકશો, ચાર્ટ, ગ્લોબ, પેન્સિલ, શાર્પનર, કલર્સ, બુક અને નોટબુક, ઇરેઝર (GST 0%)
  • ટ્રૅક્ટરનાં ટાયર અને તેના પાર્ટ્સ (GST 18% થી ઘટાડી 5%)
  • ટ્રૅક્ટર, બાયૉ-કીટનાશક, માઇક્રો ન્યુટ્રિએન્ટ્સ, ડ્રિપ સિંચાઈ સિસ્ટમ, સ્પ્રિંકલર (GST 12% થી ઘટાડી 5%)

ઇલેક્ટ્રૉનિક વસ્તુઓ સસ્તી થઈ

ડીશવોશર, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડીશવોશર સસ્તાં થયાં છે
  • વાસણ ધોવાનાં મશીનો, એસી મશીનો, મોટરથી ચાલતા પંખા અને હ્યુમિડિટી કંટ્રોલ ઍલિમેન્ટ (GST 28% થી ઘટાડી 18%)
  • ટીવી, મૉનિટર, પ્રોજેક્ટર અને સેટ-ટોપ બૉક્સ (GST 28% થી ઘટાડી 18%)

લક્ઝરી GST 40%

લકઝરી કાર, ટેક્સ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લક્ઝરી કાર પર ટેક્સ વધ્યો
  • પાન મસાલા, સિગારેટ, ગુટખા
  • ઍરેટેડ વોટર, કેફીનયુક્ત પેય
  • મોટી સાઇઝની કાર

નાણામંત્રીની જાહેરાતની મુખ્ય બાબતો

નાણામંત્રી નિર્મલા સીતારમણ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, નાણામંત્રીના જણાવ્યાં અનુસાર 12% અને 28% દરના સ્લેબને રદ કરવામાં આવ્યા છે.
  • નવા દરો 22 સપ્ટેમ્બરથી લાગુ પડશે.
  • દરોમાં ઘટાડાથી સરકારને અંદાજે ₹93,000 કરોડની આવકનું નુકસાન થશે.
  • કાઉન્સિલે બે સ્લૅબ દરોને મંજૂરી આપી છે – 5% અને 18%.
  • 40% સ્લૅબથી સરકારને અંદાજે ₹45,000 કરોડની વધારાની આવક થવાની શક્યતા છે.
  • આ નિર્ણય સર્વસંમતિથી લેવાયો, મતદાનની જરૂર પડી નહીં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન