ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન કેવું રહેશે અને ગરમીથી રાહત ક્યારે મળશે?
ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન કેવું રહેશે અને ગરમીથી રાહત ક્યારે મળશે?
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વહેલી સવાર અને મોડીરાત્રે ઠંડી તથા દિવસ દરમિયાન ઉનાળા જેવું તાપસમાન જોવા મળી રહ્યું છે.
આ હવામાનમાં આગામી દિવસો દરમિયાન આંશિક ફેરફાર થઈ શકે છે. હાલ ગુજરાતના અમુક વિસ્તારોમાં દિવસ દરમિયાન 38 ડિગ્રી સુધીનું મહત્ત્મ તાપમાન જોવા મળી રહ્યું છે. જે લગભગ ઉનાળા જેવી જ અનુભૂતિ કરાવે છે.
જોકે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં બેએક ડિગ્રી સુધીની રાહત મળી શકે છે.
અરબી સમુદ્રની નબળી અને બંગાળની ખાડીના સર્ક્યુલૅશનની ગુજરાતની ઉપર કંઈ અસર થશે કે કેમ, તેના વિશે આ વીડિયોમાં જાણો.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



