રેશ્મા પટેલ આપમાં જોડાયા બાદ હાર્દિક પટેલ વિશે શું બોલ્યાં?

વીડિયો કૅપ્શન, રેશ્મા પટેલ આપમાં જોડાયા બાદ હાર્દિક પટેલ વિશે શું બોલ્યાં?
રેશ્મા પટેલ આપમાં જોડાયા બાદ હાર્દિક પટેલ વિશે શું બોલ્યાં?

પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલાં રેશમા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચૂક્યાં છે.

રેશમા પટેલ અગાઉ એનસીપી સાથે જોડાયેલાં હતાં. એવું કહેવાય છે કે એનસીપીએ ટિકિટ ના આપતા રેશમા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયાં છે.

પહેલા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી કરવાની મુદ્દત પૂરી થઈ ગઈ હોઈ ગુરુવારે રેશ્માને વીરમગામની બેઠક પરથી પાટીદાર અનામત આંદોલન સમયના તેમના સાથી હાર્દિક પટેલની સામે ચૂંટણીપ્રચારમાં ઉતારવામાં આવશે એવી ચર્ચા છે.

તેઓ પાટીદાર અનામત આંદોલનના સાથી અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ વિશે શું બોલ્યા તે જુઓ આ વીડિયો અહેવાલમાં.

રેશમા પટેલ સાથે તેજસ વૈદ્યની ખાસ વાતચીત.

કૅમેરા : પવન જયસ્વાલ

bbc gujarati line
bbc gujarati line