ચંદ્ર પર માણસ મોકલવામાં ભારત ક્યારે સફળ થશે અને ત્યાં વેપાર થકી પૈસા કેવી રીતે મળશે?

વીડિયો કૅપ્શન, ચંદ્ર પર માણસોને મોકલવામાં ભારત ક્યારે સફળ થઈ શકે છે?
ચંદ્ર પર માણસ મોકલવામાં ભારત ક્યારે સફળ થશે અને ત્યાં વેપાર થકી પૈસા કેવી રીતે મળશે?

આગામી થોડાંક વર્ષોમાં અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા લગભગ 50 વર્ષ પછી ફરીથી મનુષ્યને ચંદ્ર પર મોકલવાની યોજના બનાવી રહ્યું છે.

1969માં અમેરિકાના નીલ આર્મસ્ટ્રૉંગ અને બઝ આલ્જડ્રીન ચંદ્ર પર પગ મૂકનાર પહેલા મનુષ્ય હતા. ત્યાર પછી અપોલો મિશનના કુલ 12 લોકોને ચંદ્ર પર ઉતારવામાં સફળતા પ્રાપ્ત કરી.

પછી રશિયા, ચીન, ભારત અને જાપાને ચંદ્રની સપાટી પર પોતાનાં અંતરિક્ષયાન, લૅન્ડર કે રોવર્સને ઉતારવામાં સફળતા પ્રાપ્ત કરી છે, પરંતુ આ અભિયાનોમાં મનુષ્યને ચંદ્ર પર મોકલવામાં આવ્યા નહોતા.

હવે અમેરિકા પોતાના આર્ટેમિસ પ્રોગ્રામ હેઠળ મનુષ્યોની એક ટીમને ચંદ્ર પર મોકલવાની યોજના બનાવી રહ્યું છે. આવી જ યોજના ચીન અને ભારત પણ બનાવી રહ્યા છે.

આ અઠવાડિયે દુનિયા જહાનમાં આપણે એ જાણવાની કોશિશ કરીશું કે, હવે પછી ચંદ્ર પર પહોંચવામાં સૌથી પહેલું કોણ સફળ થશે?

અમેરિકાની અંતરિક્ષ એજન્સી, નાસા, ચંદ્ર, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન