'બાળકોને ખવડાવીએ કે ભણાવીએ ?' શ્રીલંકામાં આર્થિક મંદીની બાળકો પર કેવી અસર પડી રહી છે?
કોરોના મહામારી બાદથી ભારતના પાડોશી દેશ શ્રીલંકાની આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે.
જેના કારણે મોંઘવારી સતત વધી રહી છે. મોંઘવારીના વિરોધમાં લોકો રસ્તા પર ઊતર્યા છે અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.
થોડા સમય પહેલાં શ્રીલંકામાં થયેલા ભારે હિંસક વિરોધ બાદ રાષ્ટ્રપતિ પણ બદલાઈ ગયા છે. છતાંય દેશની પરિસ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી.
છ મહિના પહેલાં જૂની સરકારમાંથી શ્રીલંકોને મળેલી આઝાદી બાદ દેશ હાલ ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે અને ચોતરફ અફરાતફરી મચેલી છે. હજારો પરિવાર પર પડેલી મોંઘવારી અને બેરોજગારીની માર સ્પષ્ટ જોઈ શકાય છે.
શ્રીલંકાની ચોથા ભાગ કરતાં વધુ વસ્તી પાસે ખોરાકની વ્યવસ્થા જ નથી.સંકટ વિશે અજાણ નાદાન બાળકો વધુ સહન કરી રહ્યાં છે. શ્રીલંકામાં 56 હજાર બાળકો ગંભીર કુપોષણથી પીડાઈ રહ્યા છે.
દેશમાં ખાદ્યસામગ્રીની કિંમતો આસમાનને આંબી રહી છે અને મોંઘવારીનો દર 95 ટકા સુધી પહોંચી ગયો છે.
એવામાં આશા માત્ર એટલી જ છે કે ખાનગી મદદ મળે. બાળકોની આવી સ્થિતિને દૂર કરવામાં સરકાર નિષ્ફળ રહી છે.
દેશના કથળી રહેલાં અર્થતંત્રની સીધી અસર બાળકો પર પણ પડી છે. માતા-પિતા સામે ઊભી થયેલી સૌથી મોટી સમસ્યા એ છે કે બાળકોને ભણાવવા કે ભોજન પૂરું પાડવું.
આ જ મુદ્દાને લઈને જુઓ બીબીસીનો વિશેષ અહેવાલ...





