એ આદિવાસી મહિલા સરપંચ જેઓ ગામેગામ ફરીને બંધારણ સમજાવે છે
એ આદિવાસી મહિલા સરપંચ જેઓ ગામેગામ ફરીને બંધારણ સમજાવે છે
મહારાષ્ટ્રના અમરાવતીનાં આ મહિલા ત્રણ વખત સરપંચ બન્યાં છે.
સમાજ અને રૂઢિઓને તોડીને તેમણે એક નવો રસ્તો કંડાર્યો છે.
તેઓ આદિવાસી સમાજનાં છે પરંતુ જ્યારે તેમણે સરપંચ બનવાનું નક્કી કર્યું ત્યારે તેમને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો.
તેઓ ઘરેઘરે જઈને લોકોને સ્થાનિક ભાષામાં બંધારણ સમજાવે છે જેથી તેઓ પોતાના અધિકારો વિશે સજાગ થાય.






