એક કિડની છતાં ખેતરોમાં જઈને બોરવેલ ફિટિંગ અને મોટર રિપૅરિંગનું કામ કરતાં મહિલા

વીડિયો કૅપ્શન, એક કિડની છતાં મહિલા ખેતરોમાં જઈને બોરવેલ ફિટિંગ અને મોટર રિપૅરિંગનું કામ કરે છે
એક કિડની છતાં ખેતરોમાં જઈને બોરવેલ ફિટિંગ અને મોટર રિપૅરિંગનું કામ કરતાં મહિલા

હરિયાણાનાં સીમા મલિકને તેમની વર્કશૉપ અને ખેતરમાં કામ કરતાં જોઈને કોઈ ન કહી શકે કે તેમના શરીરમાં માત્ર એક જ કિડની કામ કરી રહી છે.

સ્વાસ્થ્ય સંબંધિત પડકારો છતાં સીમા મલિક ખેતરોમાં જઈને બોરવેલ ફિટિંગ અને મોટર રિપૅરિંગનું ભારેખમ કામ કરે છે.

તેમને કામ કરતાં જોઈને તો કદાચ ભલભલા પુરુષ કારીગરો પણ આશ્ચર્યચકિત રહ્યા વગર ન રહી શકે.

તેમની એક કિડની કામ ન કરતી હોઈ તેઓ વધુ ભાર નથી ઊંચકી શકતાં, પરંતુ આ હિંમતવાન મહિલા મોટર રિપૅરિંગના કામમાં એક્કો ગણાય છે.

જુઓ, તેમની પ્રેરણાદાયક કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી ગુજરાતી, મહિલા, મહિલા મિકૅનિક, ખેડૂત, ખેતરમાં કામ, હરિયાણા, પ્રેરણાદાયક કહાણી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન