બનાસકાંઠાનાં 'ડ્રોન દીદી' જેઓ ડ્રોનથી દવાનો છંટકાવ કરી કમાય છે હજારો રૂપિયા
બનાસકાંઠાના આ મહિલા આશાબેન ચૌધરી ડ્રોન દ્વારા ખેતરમાં દવાનો છંટકાવ કરે છે અને તેનાથી સારી એવી આવક પણ મેળવે છે.
તેઓ બનાસકાઠાના ડીસા તાલુકાના તાલેપુરમાં વસવાટ કરે છે. તેઓ સખીમંડળમાં જોડાયાં હતાં અને પછી તેમાંથી 'ડ્રોન દીદી યોજના' અંતર્ગત પુણે જઈને તેમણે ડ્રોનની તાલીમ મેળવી.
આ તાલીમ બાદ તેમને જંતુનાશક દવાઓનો છંટકાવ કરી શકે તેવું ડ્રોન અને તેના માટે ઇલેક્ટ્રિક વ્હિકલ પણ મેળવ્યુ્.
આશાબહેનનો દાવો છે કે ડ્રોન દ્વારા તેમને ઘણી આવક થાય છે.
તેઓ કહે છે કે ડ્રોનથી જંતુનાશક દવાનો છંટકાવ ઝડપી અને સરળ બને છે.
વધુ જુઓ વીડિયોમાં, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો.
શું છે ડ્રોન દીદી યોજના?

નવેમ્બર 2023માં મહિલાઓને ડ્રોનની તાલીમ આપવાના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી અને તેને નમો ડ્રોન દીદી યોજના નામ આપવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકારે કહ્યું હતું કે આ યોજના હેઠળ દેશભરમાં 15 હજાર મહિલા સ્વ-સહાય જૂથોને ડ્રોનનું વિતરણ કરશે.
એ પછી મહિલા જૂથો તે ડ્રોન ખેડૂતોને કૃષિ સંબંધી કામ માટે ભાડે આપી શકશે.
યોજના પ્રમાણે ડ્રોનની મદદથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કેવી રીતે કરવો તેમજ ખેતીનાં વિવિધ કામ માટે ડ્રોનનો ઉપયોગ કેવી રીતે કરવો તેની 15 દિવસની તાલીમ સ્વ-સહાય જૂથની મહિલાઓને આપવામાં આવશે.
ડ્રોન દીદી યોજના વિશે વધુ વાંચો
આ પણ વાંચવું ગમશે
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



