ગુજરાતનું એ ગામ જેણે પાણીની સમસ્યા હલ કરવા માટે અનોખી રીત અપનાવી
ગુજરાતનું એ ગામ જેણે પાણીની સમસ્યા હલ કરવા માટે અનોખી રીત અપનાવી
નવસારી જિલ્લાનું ભાટ ગામ એ કાંઠા વિસ્તારનું ગામ છે અને ત્યાંથી દરિયો માત્ર કેટલાંક ડગલાં દૂર છે. એક સમય પાણીની સમસ્યાથી ઘેરાયલા આ ગામમાં આજે સ્થિતી એકદમ અલગ છે.
પાણી માટે વર્ષોથી સંઘર્ષ કર્યા બાદ ગામના લોકોએ એવી તરકીબ અજમાવી છે જેના કારણે તેમને સમગ્ર વર્ષ દરમિયાન પીવાનું પાણી મળી જાય છે.
ગામલોકોએ પાણી માટે એવું શું કર્યું જેના કારણે આજે તેમની તકલીફ હલ થઇ ગઈ? તો જવાબ છે રેઇન વૉટર હાર્વૅસ્ટિંગ એટલે વરસાદી પાણીનો સંગ્રહ.
વરસાદી પાણીનું સંગ્રહ કઈ રીતે થાય છે? ચાલો જાણીએ...




