ભારતનું ઑપરેશન સિંદૂર: પાકિસ્તાન સાથે તણાવને લઈને પાકિસ્તાનની સરહદ પાસે આવેલા બનાસકાંઠાનાં ગામોના લોકો શું બોલ્યા?
ભારતનું ઑપરેશન સિંદૂર: પાકિસ્તાન સાથે તણાવને લઈને પાકિસ્તાનની સરહદ પાસે આવેલા બનાસકાંઠાનાં ગામોના લોકો શું બોલ્યા?
પહલગામ હુમલાના લગભગ 15 દિવસ બાદ ગત મંગળ-બુધવારની રાત્રે ભારતીય સૈન્ય દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં હવાઈ હુમલો કરીને 'ઑપરેશન સિંદૂર' હેઠળ 'આતંકી ઠેકાણાં' નષ્ટ કરાયાનો દાવો કરાયો હતો.
આ હુમલા બાદ પાકિસ્તાનના રાજનેતાઓ તરફથી તેની પાસે 'જવાબ આપવાનો અધિકાર' હોવાની વાત કરાઈ હતી.
જ્યારે બીજી તરફ ભારતે આ હુમલાને પહલગામ હુમલાના પીડિતો માટે 'ન્યાય' ગણાવ્યો હતો.
ભારતમાં ઠેરઠેર બુધવારના દિવસે આ જ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો.
પાકિસ્તાની પ્રતિક્રિયાની સંભાવનાને પગલે પાકિસ્તાનની સરહદે આવેલા ગુજરાતના બનાસકાંઠાનાં ગામોમાં પણ લોકોએ પ્રતિક્રિયા આપી હતી.
ઑપરેશન સિંદૂર બાદ આ છેવાડાના ગામના લોકોએ બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં શું કહ્યું?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



