અમદાવાદ પ્લેન ક્રૅશમાં મૃત્યુ પામનારાં લોકોની કહાણી

વીડિયો કૅપ્શન, અમદાવાદ પ્લેન ક્રૅશમાં મૃત્યુ પામનારા લોકોની કહાણી
અમદાવાદ પ્લેન ક્રૅશમાં મૃત્યુ પામનારાં લોકોની કહાણી

હાર્દિક અવૈયા અને વિભૂતિ પટેલની થોડા સમય પહેલાં જ સગાઈ થઈ હતી. તેઓ સ્વજનો સાથે ખુશીઓ માણવા ભારત આવ્યાં હતાં. તેઓ લંડન જઈને પોતાનું નવું જીવન શરૂ કરે એ પહેલાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં બધું જ ખતમ થઈ ગયું.

મૈથિલી પાટીલે બે વર્ષ પહેલાં જ ઍર ઇન્ડિયામાં ફ્લાઇટ અટેન્ડેન્ટની નોકરી શરૂ કરી હતી. તેમના પિતાએ બીમારીના કારણે નોકરી છોડી દેવી પડી હતી. 26 વર્ષનાં મૈથિલી પોતાના પરિવારમાં કમાનાર એકમાત્ર વ્યક્તિ હતી.

લૉરેન્સ ડેનિયલ ક્રિશ્ચિયન પણ એ જ ફ્લાઇટમાં હતા. લૉરેન્સ પોતે પિતાને આખરી વિદાય આપવા આવ્યા હતા અને આ સફર તેમની છેલ્લી યાત્રા બની ગઈ હતી.

ઍર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનામાં વિખેરાઈ ગયેલા આવા કેટલાક પરિવારો વિશે જાણો આ વીડિયોમાં.

અમદાવાદ પ્લેન દુર્ઘટના ક્રૅશ, આઈસી171, ઍર ઇન્ડિયા વિમાન દુર્ઘટના, મૃતકોની કહાણીઓ

ઇમેજ સ્રોત, Maithili Patil

ઇમેજ કૅપ્શન, મૈથિલી પાટીલની ફાઇલ તસવીર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન