શક્તિ વાવાઝોડાએ વળાંક લીધો, ગુજરાત પર હવે તેની કોઈ અસર જોવા મળશે?

વીડિયો કૅપ્શન, શક્તિ વાવાઝોડાએ વળાંક લીધો, ગુજરાત પર હવે તેની કોઈ અસર જોવા મળશે?
શક્તિ વાવાઝોડાએ વળાંક લીધો, ગુજરાત પર હવે તેની કોઈ અસર જોવા મળશે?

ગુજરાત પરથી શક્તિ વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે અને વાવાઝોડું અરબી સમુદ્રમાં જ નબળું પડીને દૂર જઈ રહ્યું છે.

નવરાત્રિ પૂરી થયા પછી પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ રોજ વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ગાંધીનગરના દહેગામમાં 1.77 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે જામનગરના જોડિયા તાલુકામાં 1.18 ઇંચ વરસાદ નોંધાયો છે.

શક્તિ વાવાઝોડું ભારતના દરિયાકિનારાથી ઘણું દૂર જતું રહ્યું છે. હજુ તેની દિશા બદલાઈ શકે છે, જેમાં તે ડિપ્રેશનમાં ફેરવાશે, પરંતુ સમુદ્રની અંદર જ સમાપ્ત થઈ જશે. ઓમાનના દરિયાકિનારે પણ ખાસ અસર નહીં પડે.

આ ઉપરાંત પાકિસ્તાન અને પંજાબ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જેના કારણે ઉત્તર ભારતમાં કેટલીક જગ્યાએ વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે. પંજાબ, હરિયાણામાં વરસાદની સંભાવના છે.

બીબીસી ગુજરાતી વરસાદ ચોમાસું શક્તિ વાવાઝોડું હવામાન આગાહી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન