ગેનીબહેન ઠાકોર માટે વાવ વિધાનસભાની પેટાચૂંટણી કેમ 'વિચારધારા'ની લડાઈ છે?
બુધવારે વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન યોજાશે. અહીં ભાજપના સ્વરૂપજી ઠાકોર, અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ તથા કૉંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત વચ્ચે મુકાબલો છે.
કૉંગ્રેસ તરફથી ચૂંટણીપ્રચાર અને વ્યૂહરચનાની જવાબદારી બનાસકાંઠાનાં સાંસદ ગેનીબહેન ઠાકોરે જવાબદારી ઉપાડી છે. તેમના કહેવા પ્રમાણે, તેઓ પાર્ટીનાં સિપાહી બનીને ચૂંટણી લડી રહ્યાં છે અને આ વિચારધારાની લડાઈ છે.
ગેનીબહેન ઠાકોરે માવજીભાઈ પટેલની અપક્ષ ઉમેદવારી અંગે પણ ટિપ્પણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગેનીબહેન ઠાકોર સંસદસભ્ય બનતાં વાવની બેઠક ખાલી પડી હતી. વર્ષ 2022માં સમગ્ર ગુજરાતમાં ભાજપતરફી લહેર હતી અને પાર્ટીએ ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું, ત્યારે ગેનીબહેન ચૂંટાઈ આવ્યાં હતાં.
ચાલુ વર્ષે ગુજરાતની 26માંથી 25 બેઠક કૉંગ્રેસે ગુમાવી હતી, પરંતુ ગેનીબહેન સ્વરૂપે એકમાત્ર બેઠક જીતી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



