રાજકોટ પોલીસની SHE ટીમ, જે નવરાત્રિ મહિલાઓની સુરક્ષા માટે ખાસ વોચ રાખે છે

વીડિયો કૅપ્શન, રાજકોટની આ ખાસ ટીમ નવરાત્રિમાં કેવી રીતે યુવતીઓને ‘જોખમ’થી બચાવે છે?
રાજકોટ પોલીસની SHE ટીમ, જે નવરાત્રિ મહિલાઓની સુરક્ષા માટે ખાસ વોચ રાખે છે

નવરાત્રિ દરમિયાન ગરબે ઘૂમતી યુવતીઓ અને તેનાં માતાપિતાને સુરક્ષાની સતત ચિંતા રહેતી હોય છે.

ત્યારે રાજકોટ પોલીસની SHE ટીમ સાંજે આઠ વાગ્યાથી વહેલી સવાર સુધી વિશેષ પેટ્રોલિંગ કરે છે.

આ માટે ટીમનાં સભ્યો પરંપરાગત ડ્રેસ પહેરીને ખેલૈયાની વચ્ચે ગરબે ઘૂમે છે અને સંદિગ્ધોની ગતિવિધિઓ ઉપર નજર રાખે છે.

સામાન્ય રીતે SHE ટીમમાં ચાર સભ્યો હોય છે અને રાજકોટમાં આવી પાંચેક ટીમ ગરબે ઘૂમી રહી છે.

શું કહે છે SHE ટીમનાં સભ્યો અને આ પોલીસકર્મીઓની હાજરીને કારણે ખેલૈયાઓને કેવું લાગે છે, તેમની પાસેથી જાણીએ.

રાજકોટ પોલીસ, SHE Team, નવરાત્રિ, પેટ્રોલિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન