પેટ્રોલ બચાવવાની અપીલ વચ્ચે BJPના નેતાઓનો લાંબો કાફલો

વીડિયો કૅપ્શન, 'પેટ્રોલ બચાવો', PM મોદીની અપીલ, બીજા દિવસે BJPના નેતાઓની ગાડીઓનો કાફલો
પેટ્રોલ બચાવવાની અપીલ વચ્ચે BJPના નેતાઓનો લાંબો કાફલો
પ્રકાશિત

ગાડીઓનો આ લાંબો કાફલો મધ્ય પ્રદેશમાં જોવા મળ્યો. એ પણ પીએમ મોદીની પેટ્રોલ બચાવવાની અપીલ કર્યાના બીજા જ દિવસે આવું જોવા મળ્યું.

જ્યારે મધ્ય પ્રદેશના પાઠ્ય પુસ્તક નિગમના અધ્યક્ષ તરીકેનો પદભાર ગ્રહણ કરવા સૌભાગ્ય સિંહ ઉજ્જૈનથી ભોપાલ આવ્યા ત્યારે તેમની સાથે ગાડીઓનો આ કાફલો હતો.

અહીં જોવા મળેલી ગાડીઓ ઉજ્જૈનના ભાજપ નેતાઓ અને કાર્યકરોની હતી. ગાડીઓની સંખ્યા પણ વધુ હોવાથી શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી. પીએમ મોદીની ઇંધણ બચાવવાની અપીલ પછી તરત જ આવો કાફલો જોવા મળતાં આખો કાર્યક્રમ ચર્ચામાં આવ્યો હતો.

આ આખા મામલે સૌભાગ્યસિંહનો મત જાણવા પ્રયાસ કરાયો હતો. જોકે, તેમનો સંપર્ક થઈ શક્યો નથી. મહત્ત્વનું છે કે મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રીએ તેમના કાફલામાંથી ગાડીઓ ઓછી કરવાનો નિર્ણય પણ કર્યો છે.

મધ્ય પ્રદેશ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન