જરૂરિયાતમંદો માટે અહીં રસ્તા પર જ ચાલે છે ભોજનાલય અને દવાખાનું, પ્રેરક કહાણી

જરૂરિયાતમંદો માટે અહીં રસ્તા પર જ ચાલે છે ભોજનાલય અને દવાખાનું, પ્રેરક કહાણી

દવાની રાહ જોતી કોઈ ઘાયલ વ્યક્તિ હોય કે પછી કોઈ મજૂર આખો દિવસ કામ કરતાં પહેલાં પેટ ભરવા ખોરાકની રાહ જોતા હોય. દિલ્હીમાં તમને રોજ એક જ જગ્યાએ આવા બંને પ્રકારના લોકો જોવા મળશે.

ત્રણ દાયકાથી વધુ સમયથી, દિલ્હીમાં એક સ્વયંસેવક જૂથ અલગ-અલગ સ્થળોએ લંગર તૈયાર કરીને તેનું વિતરણ કરી રહ્યું છે.

આ જૂથ ઘાયલોને પ્રાથમિક સારવારની સુવિધા પણ પૂરી પાડે છે. તેની શરૂઆત એક પરિવારે કરી હતી. પરંતુ હવે વિવિધ ધર્મના લોકો તેમાં આમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.

રસ્તા પર ચાલતા આ દવાખાનામાં રોજ કેટલા લોકોની સારવાર કરવામાં આવે છે? જાણો આ વીડિયો અહેવાલમાં....

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.