'રોડ પર આવીને બેટીઓ ભણી નહીં શકે, બેટીઓ બચી નહીં શકે', અમદાવાદમાં ઘરો તૂટતાં મહિલાઓએ શું કહ્યું?

'રોડ પર આવીને બેટીઓ ભણી નહીં શકે, બેટીઓ બચી નહીં શકે', અમદાવાદમાં ઘરો તૂટતાં મહિલાઓએ શું કહ્યું?

20 જાન્યુઆરી 2026ના રોજ અમદાવાદના વટવામાં આવેલા વાંદરવટ તળાવમાં બનેલાં બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાતાં ઘરવિહોણા બનેલા પરિવારોની હાલત કફોડી થઈ ગઈ હતી.

ઘરો તૂટ્યાં પછી અહીં રહેતાં મહિલાઓનું કહેવું હતું કે તેઓ અહીં વર્ષોથી રહેતાં હતાં અને તંત્ર દ્વારા નોટિસ આપ્યા વગર ઘર તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

બીજી બાજુ, મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીએ આ લોકોની સ્થિતિ અને તેમને વૈકલ્પિક ઘર મળવા વિશે પણ વાત કરી હતી.

નોંધનીય છે કે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં પાછલા અમુક સમયથી 'દબાણ હઠાવવાની કાર્યવાહી'ના નામે ઘણા લોકોનાં ઘર-મિલકતો તોડી પાડવામાં આવ્યાં છે. જોકે, આ સમગ્ર કાર્યવાહીને સરકાર અને સ્થાનિક તંત્ર 'કાયદેસર રીતે હાથ ધરાયેલી કાર્યવાહી' ગણાવી ચૂક્યાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન