પંજાબમાં આવેલું એ ઘર કે જ્યાં હજારો પક્ષીઓ એકસાથે રહે છે

વીડિયો કૅપ્શન, એવું ઘર જ્યાં હજારો પક્ષીઓ સાથે રહે છે, આધુનિક ઇમારતની જેમ સુવિધા પણ અનેક છે
પંજાબમાં આવેલું એ ઘર કે જ્યાં હજારો પક્ષીઓ એકસાથે રહે છે

પંજાબના લુધિયાણાના પ્રતાપસિંઘવાલા વિસ્તારમાં આવેલા ટ્વીન ટાવર કબૂતર, પોપટ, કાબર, મેના જેવાં પક્ષીઓના અવાજથી ગૂંજી ઊઠે છે.

આ ટ્વીન ટાવરમાં સાડા ત્રણ હજાર જેટલાં પક્ષીઓ રહે છે. આ ટ્વીન ટાવરનું નિર્માણ પર્યાવરણવિદ્દ રાકેશ જૈને કર્યું હતું.

રાકેશ જૈનના કહેવા પ્રમાણે આધુનિક બાંધકામો વધ્યાં છે એમ ખેતરો નાનાં થઈ રહ્યાં છે અને વૃક્ષો કપાઈ રહ્યાં છે ત્યારે પક્ષીઓને આશ્રય મળે એ હેતુથી આ ટ્વીન ટાવરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ ટ્વીન ટાવરની સાથે પક્ષીઓ માટે ખાવા-પીવાની વ્યવસ્થા તો કરવામાં આવી જ છે, સાથે જ ઘાયલ પક્ષીઓ માટે હૉસ્પિટલ પણ બનાવવામાં આવી છે.

આ સુંદર ટ્વીન ટાવર સાથે સંકળાયેલી વધુ વિશેષતાઓ જાણવા માટે જુઓ આ વીડિયો.

પંજાબ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન