ગુજરાતની એ યોજના જેમાં લગ્ન કરતી કન્યાને મળે છે હજારો રૂપિયાની સહાય

વીડિયો કૅપ્શન, ગુજરાતની એ યોજના જેમાં લગ્ન કરતી કન્યાને મળે છે હજારો રૂપિયા
ગુજરાતની એ યોજના જેમાં લગ્ન કરતી કન્યાને મળે છે હજારો રૂપિયાની સહાય

કુંવરબાઈનું મામેરું આ યોજનામાં કન્યાઓના લગ્ન માટે ગુજરાત સરકાર સહાય કરે છે.

સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓનાં લગ્નમાં સહાય કરવા માટે આ યોજના છે. કન્યાને લગ્ન માટે 12,000 રૂપિયાની સહાય અપાય છે.

આ યોજનાનો લાભ મેળવવા માટે કન્યાના કુટુંબની આવક મર્યાદાનું ધોરણ પ્રતિવર્ષ 6 લાખની મર્યાદામાં છે.

આ યોજનાનો લાભ કુટુંબની બે પુખ્ત વયની કન્યાઓને મળે છે.

આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો સાથે સમાજકલ્યાણના પોર્ટલ પર પણ અરજી કરી શકાય છે.

કુંવરબાઈ મામેરા યોજનાનું ફોર્મ ભર્યા પછી સીધા બૅન્ક ખાતામાં લાભની રકમ જમા થાય છે પણ લગ્નના 2 વર્ષની અંદર આ યોજનાનો લાભ મેળવવા અરજી કરવી જરૂરી છે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, getty