લાખોની નોકરી છોડી આ કપલ બધાના સ્કૅચ કેમ બનાવે છે?

વીડિયો કૅપ્શન, લાખોની નોકરી છોડી આ યુગલ બધાના સ્કૅચ કેમ બનાવે છે?
લાખોની નોકરી છોડી આ કપલ બધાના સ્કૅચ કેમ બનાવે છે?

રૂચા અને ચૈતન્ય છેલ્લા 6 વર્ષથી પુણેમાં કલાકાર છે. તેમનું કામ સોશિયલ મીડિયામાં ખાસ્સુ વખણાય છે.

તેમની હંમેશાંથી એવી ઇચ્છા હતી કે તેમનું કામ લોકો સુધી પહોંચે. ચૈતન્ય લોકોના હાવભાવને સ્કેચ મારફતે પેપર પર ઉતારવામાં નિષ્ણાત છે.

ચૈતન્યની ડાયરી અલગ અલગ ચિત્રોથી ભરેલી છે. તે કોઈ પણ જૂનું ઘર, ઇમારત કે ઝાડ પણ હોઈ શકે છે. 100 વર્ષ પહેલાં આ જગ્યાઓ કેવી દેખાતી હશે તે વિચારવાનું તેને ગમે છે.

સાવિત્રીબાઈ ફૂલે દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલી કન્યા શાળા છે. ચૈતન્યએ કલ્પના કરી કે 100 વર્ષ પહેલાં આ શાળા કેવી દેખાતી હશે . છોકરીઓ, વર્ગખંડો, આખું વાતાવરણ.

couple
ચિત્ર
રેડ લાઇન
રેડ લાઇન