રાજકોટમાં નાના નાના કાચને કટિંગ કરીને આભલાં કેવી રીતે બને છે?
રાજકોટમાં નાના નાના કાચને કટિંગ કરીને આભલાં કેવી રીતે બને છે?
નવરાત્રિ દરમિયાન યુવતીઓનાં રંગબેરંગી ચણિયાચોળી તથા પરિધાન સુંદરતામાં વધારો કરી દેતાં હોય છે.
પરંપરાગત ભરતકામની સાથે નાના-નાના અલગ આકારના કાચના ટુકડા તેમાં મઢવામાં આવે છે, જે આભલાં તરીકે ઓળખાય છે.
આભલાંનો ઉપયોગ ન કેવળ ડ્રેસમાં, પરંતુ શણગાર અને સજાવટમાં પણ થાય છે. જ્યારે તેની ઉપર પ્રકાશ પડે ત્યારે તે ચમકી ઊઠે છે.
આભલાં બનાવવાનું અને ચણિયાચોળી, બૅલ્ટ કે ઘરેણાં સહિતની વસ્તુઓમાં મઢવાનું કામ મોટા ભાગે મહિલાઓ કરતી હોય છે અને આ કામ નવરાત્રિ પહેલાં મહિનાઓથી ચાલતું હોય છે.
જોકે, આ કામ એટલું સરળ નથી અને આ કામ કરનાર મહિલાઓ સામે અનેક પ્રકારની સમસ્યા ઊભી થઈ રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



