ભરૂચમાં પૂર અને નર્મદા નદીની જળસપાટી ખતરાની ઉપર, જુઓ આકાશી દૃશ્યો
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ છે.
આ જ રીતે ભરૂચમાં પણ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે.
નર્મદા નદીમાં પાણીની આવક વધતાં પાણી ગોલ્ડન બ્રિજ ખાતે 41 ફૂટની સપાટીએ વહી રહ્યું છે.
નર્મદા નદી હાલ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. નર્મદાની આસપાસના વિસ્તારોમાં ભયાનક પૂર અને તારાજીની સ્થિતિ ઊભી થઈ છે.
પરિસ્થિતિને જોતાં વહીવટીતંત્રે 5,700થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે.
ભરૂચની આસપાસનાં કેટલાંક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. ભરૂચ શહેરમાં પણ પાણી ઘૂસી ગયાં છે.
અમદાવાદ-મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. ઘણી ટ્રેન દસ કલાક મોડી ચાલી રહી છે.
પશ્ચિમ રેલવેએ 17 ટ્રેનો રદ કરી, એક ટ્રેનને ડાઇવર્ટ કરી. અંકલેશ્વરની અનેક સોસાયટીમાં પણ પાણી ભરાયાં છે. નેશનલ હાઇવે- 8નો વાહનવ્યવહાર પણ ખોરવાયો ગયો છે.
હવામાનવિભાગે હજુ ભારે વરસાદની આગાહી કરી છે.
આ વીડિયોમાં ભરૂચ શહેરમાં આવેલા પૂરનાં આકાશી દૃશ્યો.

ઇમેજ સ્રોત, Sajid Patel/ BBC





