કાગઝીપુરા : મુલાકાત એ ગામની, જે 700 વર્ષોથી જૂનાં કપડાંમાંથી બનાવે છે કાગળ
કાગઝીપુરા : મુલાકાત એ ગામની, જે 700 વર્ષોથી જૂનાં કપડાંમાંથી બનાવે છે કાગળ
મહારાષ્ટ્રનું કાગઝીપુરા, ભારતના 'કાગળના શહેર' તરીકે જાણીતું છે. અહીં 700 વર્ષથી પણ વધુ સમયથી કાપડમાંથી હાથેથી કાગળ બનાવવાનું કામ કરાય છે.
એક સમયે આ સમૃદ્ધ હસ્તકલા હતી પરંતું હવે તે લુપ્ત થઈ રહી છે.
આ કાગળો એટલા માટે મહત્ત્વનાં છે કારણ કે, તેમાંથી કોઈ પ્રદૂષણ નથી થતું. પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો બનાવીને આ ઉદ્યોગને પૂનર્જિવીત કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે.
અહેવાલ : નીતીશ સુલતાને
શૂટ ઍડિટ : દાનીશ આલમ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



