કાશ્મીરી યુવતીની સામાજિક બંધનો તોડી ફિલ્મી દુનિયામાં કમાલ કરવાની કહાણી

વીડિયો કૅપ્શન,
કાશ્મીરી યુવતીની સામાજિક બંધનો તોડી ફિલ્મી દુનિયામાં કમાલ કરવાની કહાણી

આ કહાણી એવી કાશ્મીરી યુવતીઓની છે જેમણે ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડંકો વગાડ્યો છે.

પ્રોડક્શન હોય, મ્યુઝિક કમ્પોઝિંગ હોય કે પછી અભિનયકળા હોય, આ યુવતીઓ દરેક ક્ષેત્રમાં પોતાનું સ્થાન જમાવી રહી છે.

અભિનેત્રી ફરહાના બટ્ટ કહે છે કે કાશ્મીરમાં રહીને આ ક્ષેત્રમાં આગળ વધવું એ ખૂબ મોટી અને અઘરી વાત છે. મને ખ્યાલ હતો કે આ કેટલું પડકારજનક હશે.

તેમનું કહેવું છે કે, "જેટલું આ ઇન્ડસ્ટ્રીમાં આવવું જ અઘરું છે એટલું જ તેમાં ટકી રહેવું જ અઘરું છે."

આ યુવતીઓનું કહેવું છે કે કાશ્મીરી લોકોનાં જનમાનસમાં પરિવર્તન આવી રહ્યું છે અને લોકો પણ હવે યુવતીઓનાં આ વ્યવસાયને સ્વીકારી રહ્યાં છે.

હિંસા, ગોળીબાર અને સંઘર્ષના આ માહોલમાં ઊછરેલી આ મહિલાઓ કઈ રીતે આગળ વધી?

વધુ જુઓ વીડિયોમાં...

કાશ્મીરી મહિલા