મહિલાઓ માટે દુનિયાનું સૌથી 'ખરાબ સ્થળ' ક્યું છે?
મહિલાઓ માટે દુનિયાનું સૌથી 'ખરાબ સ્થળ' ક્યું છે?
આ વીડિયોનાં કેટલાંક દૃશ્યો સંવેદનશીલ દર્શકને વિચલિત કરી શકે છે. વાચકનો વિવેક અપેક્ષિત.
હૈતીમાં કાયદો અને વ્યવસ્થા ભાંગી પડવાની અણીએ છે. અલગ-અલગ ગૅંગોએ રાજધાની પોર્તો પ્રાન્સના મોટભાગના હિસ્સા ઉપર કબજો કરી લીધો છે.
જેના કારણે મહિલાઓ અને બાળકો માટે ખૂબ જ કપરી પરિસ્થિત ઊભી થઈ છે. વાહનો અને ઘરોમાં આગચંપી અને બાળકોની હત્યા સામાન્ય બાબત બની ગઈ છે.
કેટલાક લોકો અને સુરક્ષાબળો નાગરિકોને આ ગૅંગોના ત્રાસથી બચવા માટે પ્રયાસરત છે, પરંતુ તેમનો સંઘર્ષ ખૂબ મોટો છે.
નાગરિકો ખાવાપીવાને માટે પણ આંતરરાષ્ટ્રીય સહાય ઉપર નિર્ભર છે, જે અપૂરતી છે.
બીબીસીએ આવી જ એક ગૅંગના લિડર સાથે પણ વાત કરી હતી, જુઓ આ વીડિયો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



