ભારતના માત્ર એક જ વિસ્તારમાં બનતી કરવતકાઠી સાડીની કહાણી
ભારતના માત્ર એક જ વિસ્તારમાં બનતી કરવતકાઠી સાડીની કહાણી
કરવતકાઠી સિલ્ક સાડીઓના ઉત્પાદનમાં મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના કોષ્ટી અને ધીવર સમુદાયોએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
પહેલાં, આ વિશિષ્ટ વણાટ હસ્તકલા પર પુરુષોનું વર્ચસ્વ હતું, પરંતુ સમય જતાં, સ્ત્રીઓ પણ આ વેપારમાં જોડાવા લાગી.
મહિલાઓની ભાગીદારી તેમાં વધી છે, ખાસ કરીને જંગલોમાંથી રેશમનાં કીડા ભેગા કરવામાં તેઓ મદદરૂપ થાય છે.
તેની બૉર્ડર કરવતી જેવી, એટલે કે મંદિર આકારની છે. આવી બોર્ડર એ આ પ્રાંતની અનોખી ભાત છે. મોટા ભાગે તે કરવત બૉર્ડર સિલ્ક ટસરના નામે જાણીતી છે. આંધલગામ અને મોહાડી વિસ્તારમાં આ ડિઝાઇન જ બનાવાય છે. એ સિવાય એ ક્યાંય જોવા મળતી નથી.
આ વિશેષ અહેવાલમાં કરવતકાઠી સાડીના અનન્ય ગુણો અને છેલ્લા 50 વર્ષોમાં આ પરંપરા કેવી રીતે વિકસિત થઈ છે તે અંગે જાણો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



