પ્રાકૃતિક ખેતી કરીને મહિલાએ બિયારણ બૅન્ક કઈ રીતે બનાવી?

વીડિયો કૅપ્શન, Organic Farming : આ મહિલાએ એવી રીતે પ્રાકૃતિક ખેતી કરી કે લોકો બિયારણ માટે તેમને શોધતા આવે છે
પ્રાકૃતિક ખેતી કરીને મહિલાએ બિયારણ બૅન્ક કઈ રીતે બનાવી?

તાપી જિલ્લામાં આવેલા નાનકડા કપડવજ ગામમાં કપિલાબહેન ગામીતે પ્રાકૃતિક ખેતી કરીને લોકોને એક નવી રાહ ચીંધી છે.

કલ્પનાબહેન ઘણા પ્રકારના શાકભાજી નૈસર્ગિક રીતે ઉગાડે છે અને તેમના ધરુંનું વેચાણ કરે છે.

કલ્પનાબહેને અને તેમના પરિવારે રીંગણ, ટમેટા, મરચા, લાલ કોબી, ફુલાવર, બ્રોકલી જેવા શાકભાજીની બિયારણ બૅન્ક તૈયાર કરી છે.

આ બિયારણ ખેડૂતો અને સ્થાનિકો પણ વાવેતર માટે, કિચન ગાર્ડન બનાવવા માટે લઈ જાય છે.

કપિલા બહેન ગામીતને એમના પતિ અને પુત્ર પણ મદદ કરે છે.

કપિલાબહેનની આ નૈસર્ગિક ખેતી સ્થાનિકોમાં વખણાઈ રહી છે. પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણ સુરક્ષા અને પરિવારને મદદરૂપ બનવાની તેમની આ પહેલ વિશે જાણવા જુઓ આ વીડિયો

કલ્પનાબહેન ગામિત
ઇમેજ કૅપ્શન, પ્રાકૃતિક ખેતી કરીને બિયારણની બૅન્ક બનાવનારાં કપિલાબહેન ગામીત

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.