ડિજિટલ ઍરેસ્ટ કરી પ્રોફેસર પાસેથી બે કરોડ રૂપિયા પડાવી કેવી રીતે લેવાયા? બચવા માટે શું કરવું
ડિજિટલ ઍરેસ્ટ કરી પ્રોફેસર પાસેથી બે કરોડ રૂપિયા પડાવી કેવી રીતે લેવાયા? બચવા માટે શું કરવું
લખનઉની સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ કૉલેજમાં ન્યુરોલૉજી વિભાગનાં ઍસોસિયેટ પ્રોફેસર ડૉ. રુચિકા ટંડન સાથે રૂ. 2,00,00,000 (બે કરોડ રૂપિયા)થી વધુની છેતરપિંડી કરાઈ છે. તેમની ડિજિટલ ઍરેસ્ટ કરવામાં આવી હતી.
ડૉક્ટર રુચિકાને કહેવામાં આવ્યું કે તેમના ખાતામાંથી રકમ નરેશ કોયલના ખાતામાં ગઈ. જેનો મની લૉન્ડરિંગ અને તસ્કરીમાં ઉપયોગ કરાયો છે. કંઇક એવો માહોલ બનાવાયો કે અનિચ્છાએ પણ આ પૂરી કહાણી પર તેમને વિશ્વાસ થવા લાગ્યો.
જાળ ફેલાવનારા લોકોએ ડૉક્ટર રુચિકાને કહ્યું કે વેરિફિકેશન માટે રૂપિયા આરબીઆઈના ખાતામાં જમા કરાવવા પડશે. અને બાદમાં આ બાબત સાથે તેમને કોઈ લેવાદેવા નહીં હોય તો રૂપિયા પાછા મળી જશે.
આ રીતે તેમની પાસેથી બે કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા.
વધુ જુઓ વીડિયોમાં...


બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



