ગુજરાત : 'મારા જિલ્લામાં દારૂ નહીં વેચાવા દઉં...' ભાજપના સાંસદે 'દારૂના વેચાણ' મુદ્દે શું કહ્યું?

વીડિયો કૅપ્શન, 'મારા જિલ્લામાં દારૂ નહીં વેચાવા દઉ..' ભાજપના સાંસદે 'દારૂના વેચાણ' મુદ્દે શું કહ્યું?
ગુજરાત : 'મારા જિલ્લામાં દારૂ નહીં વેચાવા દઉં...' ભાજપના સાંસદે 'દારૂના વેચાણ' મુદ્દે શું કહ્યું?

ગુજરાત રાજ્યમાં પાછલા ઘણા સમયથી દારૂ-ડ્રગ્સ અને પોલીસબેડા મામલે ઘણા વિવાદો સામે આવી રહ્યા છે.

પછી ભલે એ થોડા દિવસ પહેલાં બનાસકાંઠામાં દારૂ-ડ્રગ્સના વેચાણ મામલે કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કરેલા આક્ષેપની વાત હોય કે તાજેતરમાં અમદાવાદના પાલડી વિસ્તારમાં મહિલા અને પોલીસ વચ્ચેના ઘર્ષણની વાત.

હવે આ હારમાળામાં ભાજપના સાંસદના એક નિવેદન સર્જેલો વધુ વિવાદ જોડાયો છે.

આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ છાશવારે દારૂના વેચાણ અને ઉત્પાદન અંગે ઘણાં પક્ષવિપક્ષ તરફથી ઘણાં નિવેદનો, આક્ષેપ-પ્રત્યાક્ષેપ થતાં રહે છે.

ભાજપના અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયાએ કહ્યું છે કે, "હું મારા જિલ્લામાં દારૂનું વેચાણ નહીં થવા દઉં..."

રાજ્યમાં 'દારૂના વેચાણ'નો મુદ્દો હાલ ચર્ચામાં છે. ખુદ ભરતભાઈ સુતરિયા પર આ અંગે સોશિયલ મીડિયા થકી આરોપો લાગ્યા હતા.

આ મુદ્દે તેમણે બીબીસી ગુજરાતી સમક્ષ સ્પષ્ટતા કરી છે.

જુઓ વીડિયો.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, અમરેલી, ભરત સૂતરિયા
ઇમેજ કૅપ્શન, ભાજપના અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન