'મારી દીકરીને ડૉક્ટર બનવું હતું, 99.07 પર્સન્ટાઇલ આવ્યા પણ તે રિઝલ્ટ જ ન જોઈ શકી'

વીડિયો કૅપ્શન,
'મારી દીકરીને ડૉક્ટર બનવું હતું, 99.07 પર્સન્ટાઇલ આવ્યા પણ તે રિઝલ્ટ જ ન જોઈ શકી'

તાજેતરમાં ગુજરાતમાં ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનાં પરિણામો જાહેર થયાં હતાં.

ઘણા વિદ્યાર્થીઓને 99 કરતાં વધુ પર્સન્ટાઇલ આવ્યા હશે, પરંતુ હીરની કહાણી દુખદ છે.

ડૉક્ટર બનવાનું સપનું સેવનાર હીરને ધોરણ 10માં 99.07 પર્સન્ટાઇલ આવ્યા હતા. પરંતુ તેમનું આ પરિણામ જોઈ શકે એ પહેલાં જ હીરનું મૃત્યુ થયું હતું.

તેમના પરિવારે તેમનાં ચક્ષુદાન અને દેહદાનનો નિર્ણય કર્યો હતો જેની લોકો સરાહના કરી રહ્યા છે.

હીરનું મૃત્યુ કઈ રીતે થયું? તેમનાં સપનાં કેવાં હતાં? હીરના પિતા તેના વિશે શું કહે છે?

વધુ જુઓ આ વીડિયોમાં...

Heer nu dehdaan