વડોદરા : એક ચિત્રએ લાપતા કિશોરનું પરિવાર સાથે મિલન કેવી રીતે કરાવ્યું?
વડોદરા : એક ચિત્રએ લાપતા કિશોરનું પરિવાર સાથે મિલન કેવી રીતે કરાવ્યું?
પ્રકાશિત
વડોદરા રેલવે સ્ટેશન પર ગયા વર્ષે મળી આવેલા એક 14 વર્ષના મૂક- બધિક કિશોરનો પરિવાર સાથે જે રીતે ભેટો થયો એ ઘટના પણ ફિલ્મની કહાણી જેવી જ છે.
વડોદરા RPFને મળી આવેલો આ કિશોર બોલી કે સાંભળી શકતો ન હતો.
જેના કારણે તેના પરિવારને પત્તો જ મળતો નહોતો. દીપક ફાઉન્ડેશનના ચિલ્ડ્રન હોમમાં રખાયેલા આ કિશોરના પરિવારની શોધખોળ કરવી એ અધિકારીઓ માટે પણ એક પડકાર હતો.
જોકે, કિશોર જે ચિત્ર દોરતો હતો તેમાં રાજસ્થાની શૈલી અને પરંપરાઓની ઝલક જોવા મળતી.
અને એક ચિત્રથી આ કિશોરનો પરિવાર સાથે ભેટો થઈ ગયો..




