દિત્વાહ વાવાઝોડું : શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ ભારત તરફ આગળ વધ્યું, કયાં-કયાં રાજ્યો પર અસર થશે?
પાછલાં અમુક વર્ષોમાં દિત્વાહ વાવાઝોડું એ શ્રીલંકા પર ત્રાટકેલું સૌથી વિકટ હવામાન સંબંધી કુદરતી આપત્તિઓ પૈકી એક હતું. આ વાવાઝોડાને કારણે આવેલાં પૂર અને ભૂસ્ખલનમાં 200ની આસપાસ લોકોએ શ્રીલંકામાં જીવ ગુમાવ્યા છે અને સેંકડો લાપતા છે.
હવે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે ત્યારે તામિલનાડુમાં પણ ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. બરાબર આ જ સમયે, બંગાળની ખાડીમાંથી જ ઉદ્વભવેલું સેન્યાર વાવાઝોડું ઇન્ડોનેશિયા પર આફત બનીને તૂટી પડ્યું હતું.
નિષ્ણાતો પ્રમાણે બંગાળની ખાડીમાં વાવાઝોડાં અને તેની તીવ્રતા વધી રહી છે.
તેઓ કહે છે કે, ગ્લોબલ વૉર્મિંગને કારણે દરિયાની સપાટીના તાપમાનમાં વધારો અને વાતાવરણમાં ભેજના પ્રમાણમાં થયેલા વધારો એ બંગાળની ખાડીમાં વાવાઝોડાંમાં વધારાનાં કારણો પૈકી એક છે.
દરિયાની સપાટીના તાપમાનમાં વધારો અને દિત્વાહ વાવાઝોડાએ કરેલી તબાહીનું ખરેખર શું કનેક્શન છે? બંગાળની ખાડીમાં એક જ સમયે ઉપરાઉપરી બબ્બે વાવાઝોડાં બનવાની વાત શું સૂચવે છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



