ભૂકંપ આવ્યો તો હાથીઓના ઝુંડે પોતાનાં બચ્ચાંને બચાવવા શું કર્યું, વીડિયો વાઇરલ થયો
ભૂકંપ આવ્યો તો હાથીઓના ઝુંડે પોતાનાં બચ્ચાંને બચાવવા શું કર્યું, વીડિયો વાઇરલ થયો
ધરતીકંપ આવતા ઝૂની અંદર હાથીઓએ જે કર્યું તેનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.
અમેરિકાના દક્ષિણી કૅલિફોર્નિયામાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો ત્યારે સૅન ડિએગો સફારી પાર્કમાં પોતાનાં બચ્ચાંને બચાવવા માટે હાથીઓ ગોળાકારમાં ગોઠવાઈ ગયા.
સૅન ડિએગો વાઇલ્ડ લાઇફ મુજબ જોખમની પરિસ્થિતિમાં હાથીઓની પોતાના પરિવારના બચાવ માટે આ કુદરતી પ્રતિક્રિયા હોય છે.
સૅન ડિએગોના સ્થાનિક લોકોએ પણ ભૂકંપ આવ્યો તે સમયના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. જેમાં અનેક જગ્યાઓએ તેની અસરને જોઈ શકાય છે.
આ પણ વાંચવું ગમશે - https://www.bbc.com/gujarati/articles/cn7xl0jp4xmo

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



