અમદાવાદ પ્લેન ક્રૅશ : બે વર્ષની બાળકી પૂછે છે 'મમ્મી ક્યાં છે?'

વીડિયો કૅપ્શન, વડોદરાના બે પરિવારે અમદાવાદની વિમાન દુર્ઘટનામાં દીકરો અને વહુ ગુમાવ્યાં, પરિવારજનો શું બોલ્યા?
અમદાવાદ પ્લેન ક્રૅશ : બે વર્ષની બાળકી પૂછે છે 'મમ્મી ક્યાં છે?'

અમદાવાદથી લંડન જઈ રહેલું ઍર ઇન્ડિયાનું વિમાન ગુરુવારે 12મી જૂને અમદાવાદ ઍરપૉર્ટ પરથી ટેક-ઑફ થયા બાદ ગણતરીની સેકન્ડોમાં તૂટી પડ્યું હતું.

આ દુર્ઘટનમાં વિમાનમાં સવાર એક મુસાફરનો બચાવ થયો છે અને બાકીના તમામ લોકોનાં મોત થયાં છે.

દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ ડીએનએ ટેસ્ટથી કરાશે, ત્યાર બાદ પરિવારોને મૃતદેહ સોંપવામાં આવશે.

આ પ્લેન ક્રૅશની ઘટનામાં અનેક પરિવારોની ખુશી છીનવાઈ ગઈ છે.

હાલ સમગ્ર દેશમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનાએ લોકોને આઘાત પહોંચાડ્યો છે ત્યારે મૃતકના પરિવારની હાલત તો વધુ કફોડી બની છે.

વડોદરાના આવા પરિવારોને મળીને બીબીસી ગુજરાતીએ તેમની વ્યથા જાણી હતી.

નેન્સી પટેલ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, નેન્સી પટેલ

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન