માતાને લીવર આપ્યા બાદ ખેલાડી બનવાની અને 'છવાઈ જવાની' કહાણી
"કારમાં પ્રવાસ કરતી વખતે જ્યારે પણ સ્પીડ બ્રેકર આવે ત્યારે મારું લિવર ઉપર-નીચે થતું. ડાબા પડખે ઊંઘવાથી લિવર પણ એ દિશામાં નમતું અને આવું જમણે પડખે પણ પણ થતું. કારણ કે ઘણી જગ્યા ખાલી પડી હતી. મને રાત્રે સીધી અવસ્થામાં સૂવાની સલાહ અપાઈ હતી."
ભોપાલનાં રહેવાસી ઍથ્લીટ અંકિતા શ્રીવાસ્તવે પોતાની અનોખી કહાણી જણાવતાં આ વાત કહી હતી.
અંકિતાએ તેમનાં માતાને 18 વર્ષની ઉંમરે પોતાના લિવરનો 74 ટકા ભાગ આપ્યો હતો. આવું કર્યા બાદ તેમણે રમતગમત ક્ષેત્રે નામ કાઢવાના અઘરા વિકલ્પ પર પસંદગી ઉતારી અને અસાધારણ સફળતા હાંસલ કરી.
અંકિતા ઘણી સ્ટાર્ટઅપ કંપનીઓનાં માલિક પણ છે, પરંતુ તેમના માટે આ બધું કરવું સરળ નહોતું.
તેમનાં માતાને ‘લિવર ફાઇબ્રોસિસ’ નામની બીમારી હતી, જેનો ટ્રાન્સપ્લાન્ટ જ એકમાત્ર ઉપાય હતો. અંકિતાને આ બધું ખબર પડી ત્યારે તેઓ 13 વર્ષનાં હતાં.
જુઓ તેમની કહાણી.

ઇમેજ સ્રોત, ANKITA SRIVASTAVA





