અમેરિકાના કૅલિફોર્નિયામાં ભારે વરસાદ અને વાવાઝોડા બાદ પૂર, 19 લોકોનાં મૃત્યુ
અમેરિકાના કૅલિફોર્નિયામાં ભારે વરસાદ અને વાવાઝોડા બાદ પૂર, 19 લોકોનાં મૃત્યુ
ધસમસતા પૂરનાં આ દૃશ્યો અમેરિકાનાં કૅલિફોર્નિયા રાજ્યનાં છે.
કૅલિફોર્નિયામાં પાછલા અનેક દિવસોના સતત વરસાદ અને વાવાઝોડાને કારણે આવેલા પૂરને કારણે રાજ્યના અનેક ભાગ પાણીમાં ડૂબેલા છે.
આ પૂરમાં અત્યાર સુધીમાં 19 લોકોનાં મૃત્યુ થયાં છે અને હજારો લોકોને તેમના ઘર છોડી સલામત સ્થળે ખસી જવાની ચેતવણી સ્થાનિક પ્રશાસન તરફથી અપાઈ છે.
અત્યાર સુધીમાં 14000 થી વધુ લોકોને પૂરમાંથી સલામત રીતે બચાવાયા છે.
ડિસેમ્બરના છેલ્લા દિવસોથી કૅલિફોર્નિયામાં સતત વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે, જેનાથી પૂરની પરિસ્થિતિ વિકટ બની છે.
સમાચાર સંસ્થા રૉઇટર્સના અહેવાલ પ્રમાણે અમેરિકાની નેશનલ વેધર સર્વિસે પાછલા શનિવારથી ભારે વરસાદ અને બરફવર્ષાની ચેતવણી જાહેર કરી છે.
મધ્ય અને દક્ષિણી કૅલિફોર્નિયાના મોટા વિસ્તારોમાં ભારે વરસાદ અને બરફવર્ષાની આગાહી જાહેર કરવામાં આવી છે.





