પેલે : ફૂટબૉલની દુનિયાના સર્વકાલીન મહાન ખેલાડીની વિદાય

ઇમેજ સ્રોત, SOPHIE OSBORNE
બ્રાઝિલના મહાન ફૂટબૉલર પેલેનું 82 વર્ષની વયે નિધન થયું હતું. તેમને સર્વકાલીન મહાન ખેલાડી મનાય છે.
તેઓ ફૂટબૉલનું આધ્યાત્મિક ઘર કહેવાતા બ્રાઝિલના આઇકૉનિક રમતગમત ક્ષેત્રની હસ્તી રહ્યા.
તેઓ ફૂટબૉલ જગતના પ્રથમ એવા ફૂટબૉલર હતા કે જેમની લોકપ્રિયતા દેશ-વિદેશ સર્વત્ર હતી.
પેલેએ એવી છાપ છોડી હતી કે તે ફૂટબૉલના ખેલની મર્યાદાને ઓળંગી ગઈ હતી અને અમેરિકાના જાણીતા કળાકાર એન્ડી વોરહોલે, ફૂટબૉલની ક્ષણિક પ્રકૃતિ વિશેના તેમના વિખ્યાત કથનમાં સુધારો કરવો પડ્યો હતો.વોરહોલે ભવિષ્ય ભાખ્યું હતું કે “પેલે, ફૂટબૉલની ગેમ 15 મિનિટની પ્રખ્યાતિ જેવી હોય છે એવી મારી થિયરીને ખોટી પાડતા જૂજ ખેલાડીઓ પૈકીના એક છે. તેમની ખ્યાતિ 15 સદી સુધી ઝળહળતી રહેશે.”
બ્રાઝિલને ફૂટબૉલ ક્ષેત્રે વિશ્વના સૌથી સફળ દેશ પૈકીનો એક બનાવવામાં મદદ કરવા ઉપરાંત અશ્વેત પેલેએ તેનાથી વધુ મહત્ત્વનું કામ પણ કર્યું હતું.ગુલામીનો શરમજનક ભૂતકાળ ધરાવતા અને એકલા પાડી દેવામાં આવેલા આ દેશમાં તેમણે રાષ્ટ્રીય ખજાનાનો દરજ્જો પ્રાપ્ત કર્યો હતો.
ગુલામીનો શરમજનક ભૂતકાળ ધરાવતા અને એકલા પાડી દેવામાં આવેલા આ દેશમાં તેમણે રાષ્ટ્રીય ખજાનાનો દરજ્જો પ્રાપ્ત કર્યો હતો.





