ગુજરાત : ઉનાળાની કાળઝાળ ગરમીમાં ફરજ બજાવતાં મહિલા ટીઆરબીની કહાણી

વીડિયો કૅપ્શન, ઉનાળાની આકરી ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર કામ કરતાં TRB મહિલાની શું હાલત થાય છે?
ગુજરાત : ઉનાળાની કાળઝાળ ગરમીમાં ફરજ બજાવતાં મહિલા ટીઆરબીની કહાણી

આકરી ગરમીમાં જ્યારે આપણે ઘરની બહાર નીકળતા પહેલા પણ વિચાર કરીએ છીએ ત્યારે પૂજાબહેન જેવાં ટીઆરબી જવાન ખડેપગે પોતાની ફરજ બજાવે છે.

કાળઝાળ ગરમીમાં ચાલીસથી પિસ્તાળીસ ડિગ્રીમાં રસ્તા પર ફરજ બજાવતાં સમયે આ મહિલા જવાનોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.

ડૉક્ટરો સામાન્ય કામદારોની સરખામણીએ ટીઆરબી જવાનની કામગીરી મુશ્કેલ હોવાનું જણાવે છે અને તેને પરિણામે તેમને ચીડિયાપણુંથી માંડીને ચક્કર આવવા, ઊલટી થવી જેવી સમસ્યા થતી હોવાનું જણાવે છે.

હીટ વેવની ટીઆરબી જવાનને કઈ રીતે અસર કરે છે એ જાણવા માટે જુઓ આ વીડિયો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

ગુજરાત, બીબીસી ગુજરાતી, ઉનાળાની ગરમી
ઇમેજ કૅપ્શન, ઉનાળાની ગરમીમાં ટીઆરબી જવાન પૂજાબહેન ખડેપગે પોતાની ફરજ બજાવે છે