પંજાબ : પૂરનાં પાણીની વચ્ચે સૅનેટરી પૅડનું વિતરણ કરતી યુવતી
પંજાબ : પૂરનાં પાણીની વચ્ચે સૅનેટરી પૅડનું વિતરણ કરતી યુવતી
છેલ્લા કેટલાક દિવસથી પંજાબમાં ભારે પૂરની પરિસ્થિતિ છે. પંજાબમાં છેલ્લાં લગભગ 30 વર્ષમાં પહેલી વખત આટલો ભયંકર વરસાદ પડ્યો છે.
પંજાબની અનેક નદીઓ તેના જોખમના જળસ્તરથી ઉપર વહી રહી છે તથા તેનાં પાણી આજુબાજુનાં ગામોમાં ફરી વળ્યાં છે.
સરકારી તંત્ર દ્વારા લોકોની બચાવ કામગીરી તથા જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડવા માટે બોટોનો ઉપયોગ કરવામાં આવે છે.
ત્યારે આવી જ એક બોટમાં રવનીતકોર નામની યુવતી મુસાફરી ખેડે છે. જે યુવતીઓ અને મહિલાઓ સુધી સૅનેટરી પૅડ પહોંચાડવાનું કામ કરે છે.
પૂરમાં યુવતીને આવો વિચાર ક્યાંથી આવ્યો એ જાણીએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



