અહીં લગ્નમાં ભેટ આપવામાં આવે છે એક ખાસ ભેંસ

વીડિયો કૅપ્શન, અહીં લગ્નમાં આ ખાસ ભેંસ ભેટમાં અપાય છે.
અહીં લગ્નમાં ભેટ આપવામાં આવે છે એક ખાસ ભેંસ
બીબીસી ગુજરાતી

લગ્ન, વ્યક્તિના જીવનનો એક મહત્ત્વપૂર્ણ પ્રસંગ છે.

તેને યાદગાર બનાવવા માટે ગરીબ-તવંગર બધા કોઈક ને કોઈક રીતે પ્રયાસો કરે છે. તેમાં નાણાંથી માંડીને કુટુંબ-કબીલા સાથે આયોજન વગેરે બધાં પાસાં અજમાવી લેવાય છે.

લગ્નની યાદો જાળવી રાખવા માટે ઘણી વાર સ્વજનો અને મિત્રો નવદંપતીને ભેટ પણ આપે છે.

પરંતુ ક્યારેય તમે સાંભળ્યું છે કે લગ્નમાં કોઈને ગિફ્ટમાં ભેંસ અપાય છે?

તામિલનાડુના ગણીટોડા સમુદાયની મહિલાઓનું સ્વપ્ન હોય છે કે તેમને લગ્ન બાદ આણામાં નીલગીરીની વિશિષ્ટ પહાડી ભેંસ ભેટ અપાય.

આ ભેંસ આ આદિવાસી સમુદાયનું વિશિષ્ટ પશુ મનાય છે.

પરંતુ આ ભેંસ પર હવે વિલુપ્તિનું જોખમ તોળાઈ રહ્યું છે.

આ જ અજુગતી લાગતી પ્રથા પાળતા અનોખા સમાજ અને તેમના વિશિષ્ટ પશુ વિશે વધુ જાણવા માટે જુઓ બીબીસીની આ રજૂઆત.

રેડ લાઇન
રેડ લાઇન