You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Mizoram Election : આ રાજય વડા પ્રધાન મોદીની અપીલ સાંભળશે કે બદલશે મિજાજ?
મિઝોરમ એ રાજય છે જયાં ભારત દેશની સીમા મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે.
પર્વતો અને ઘાટીઓ વચ્ચે સ્થિત આદિવાસી આ રાજયની વસ્તી ભારતની વસ્તીના 0.1 ટકા જેટલીય માંડ છે.તેમ છતા સાક્ષરતાના ધોરણે આ રાજય દેશમાં ટોચના રાજયોમાંનું એક છે.
અહીંની ખાસિયત એ છે કે તેમની ટ્રાફિક વ્યવસ્થા સઘન છે. દેશમાં રોડ અકસ્માતના લીધે થનારાં મોતના મામલે મિઝોરમમાં સૌથી ઓછાં મોત જોવા મળે છે.
2019ની સામાન્ય ચૂંટણીમાં પૂર્વોત્તરમાં 25 લોકસભા બેઠકોમાંથી લગભગ બે તૃતીયાંશ બેઠકો જીતીને, ભાજપની આગેવાની હેઠળના NDAએ આ પ્રદેશને પોતાનો ગઢ બનાવ્યો.
પરંતુ મણિપુરમાં હિંસાને પગલે, જેમાં સેંકડો લોકોના મોત થયા અને હજારો લોકોનું વિસ્થાપન થયું, શું હવા બદલાવાની છે? પડોશી રાજ્ય મિઝોરમમાંથી તેના સંકેત મળી શકે છે.
આ હિંસા બાદ પાડોશી મિઝોરમ એવું પહેલું રાજય છે, જયાં મતદારો નવી સરકારની પસંદગી કરશે. શકયત ભાજપ જે રીતે મિઝોરમની પરિસ્થિતિને માપે છે તેનાથી 2024માં પાર્ટીની સામાન્ય ચૂંટણી માટેની રણનીતિનો અંદાજ આવશે.
જોઈએ બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિતના ગ્રાઉન્ડ રિપોર્ટમાં