'હું વિશ્વની બહુ જુદા પ્રકારની માતા છું', એક ટ્રાન્સજેન્ડરની માતા બનવાની કહાણી...
'હું વિશ્વની બહુ જુદા પ્રકારની માતા છું', એક ટ્રાન્સજેન્ડરની માતા બનવાની કહાણી...
"હું મારા ટ્રાન્સજેન્ડર ગુરુ સાથે રહેતી હતી, જેમણે મને દીકરીની જેમ મોટી કરી. મારા શિષ્યો મને તેમની મા માને છે. અમારો પરિવાર ચેવડા જેવું મિશ્રણ છે. તેનો એક હિસ્સો ગાયત્રી અને અન્ય બાળકો છે."
આ શબ્દો છે ટ્રાન્સજેન્ડર ગૌરી સાવંતના.
તેઓ કહે છે, "અમારો પરિવાર પારંપરિક સ્થિતિમાં નથી. જ્યાં એક માતા એક પિતા અને બે બાળકો હોય. અમારો પરિવાર ભરોસા પર આધારિત હોય છે જે એકબીજાની મદદ કરે છે અને નૈતિક સહાય પૂરી પાડે છે. આ પરિવાર વિશ્વાસના તાંતણે બંધાયેલો હોય છે."
તેઓ આગળ કહે છે, "અહીંયા માતા બનવા માટે મહિલા હોવું કે પરિણીત મહિલા હોવું જરૂરી નથી કે નથી ગર્ભાશયની જરૂરત. વિશ્વમાં કોઈપણ વ્યક્તિ જે અવિરત પ્રેમ આપી શકે તે માતા બની શકે છે. એ જ સાચું માતૃત્વ છે."
જુઓ તેમની માતા બનવાની કહાણી, તેમની જુબાની...






