અમદાવાદ પ્લેન ક્રૅશ બાદ ઘટનાસ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ શું જોયું હતું?

વીડિયો કૅપ્શન, અમદાવાદ પ્લેન ક્રૅશમાં રેસ્ક્યૂની કામગીરી કરી રહેલા ફાયર ફાઇટર્સે સૌથી પહેલા શું જોયું હતું?
અમદાવાદ પ્લેન ક્રૅશ બાદ ઘટનાસ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ શું જોયું હતું?

'શાયદ એકાદ-બે માણસને અમે જીવતા કાઢ્યા હોત, તો અમને એમ થાત કે અમે કંઈક કામ કર્યું છે. બસ દુખની વાત એટલી છે કે બધી અમે (ડેડ) બૉડી જ બહાર કાઢી છે.'

આ શબ્દ છે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ફાયર ઑફિસર પ્રવીણસિંહ સોલંકીના.

અમદાવાદથી ગૅટવિક જતું ઍર ઇન્ડિયાનું વિમાન ગણતરીની મિનિટોમાં મેઘાણીનગર વિસ્તારમાં તૂટી પડ્યું, ત્યારે સૌ પહેલાં સ્થાનિકોએ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

તેઓ ફાયર બ્રિગેડની ટીમ સાથે જોડાયેલા હતા. લગભગ એક લાખ લિટર કરતાં વધુનું ઈંધણ હોવાને કારણે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. જોકે આ આગમાં પણ જવાનોએ આગ ઓલવવાની કામગીરી ચાલુ રાખી હતી.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે નવી દિલ્હીમાં પત્રકારપરિષદ સંબોધી હતી, ત્યારે તેમણે પણ અગ્નિશમનની કામગીરીની પ્રશંસા કરી હતી.

આ વીડિયોમાં જુઓ ફાયર બ્રિગેડના જવાનોએ એ દિવસે શું જોયું અને કેવી પડકારજનક પરિસ્થિતિમાં કામગીરી કરી.

અમદાવાદ ફાયર ઇમર્જન્સી સર્વિસ, એઆઈ171 ક્રૅશ, બીબીસી ગુજરાતી, અમદાવાદથી ગૅટવિકની ફ્લાઇટ, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન